NATIONAL CONSUMER HELPLINE WHATSAPP NUMBER

 છેતરપિંડીનો ભોગ બનનાર લોકો WhatsApp દ્વારા પણ કરી શકો છો ફરિયાદ

પુરતો ન્યાય અને માર્ગદર્શન મળશે

8800001915 પર સંપર્ક કરવા અનુરોધ


સમાન કે વસ્તુની ખરીદી વેળાએ પૂરતા જ્ઞાનના અભાવને લઈને અવારનવાર ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા કિસ્સાઓને રોકવા માટે સરકાર દ્વારા નવી સુવિધા શરૂ કરવામા આવી છે.

તેવામાં હવે કોઈ કંપની અથવા દુકાનદાર તમારી છેતરપિંડી આચરે છે તો સીધી ફરિયાદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા પણ કરી શકો છો. જેને લઈને પૂરતો ન્યાય મળશે.

સમસ્યાઓના નિરાકરણ માટે સીધો સંપર્ક કરો

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન દ્વારા ફરિયાદ કરવાનીં પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં WhatsApp પર નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ હવે હેલ્પલાઈનનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમની સમસ્યાઓ અને તેમની સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સીધો સંપર્ક પૂરો પાડવાનો છે.

8800001915 પર SMS કરવા અનુરોધ

WhatsApp વાપરતા કોઈ પણ લોકોને કોઈ વધારાના ચાર્જ ચૂકવ્યા વગર જ તેના મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આ મામલે ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'જાગૃત ગ્રાહક બનો અને તમારા ઉપભોક્તા અધિકારો માટે WhatsApp 8800001915 પર હવે અમારી સાથે જોડાઓ. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન 8800001915 પર SMS કરો. તેવો સતાવાર સંદેશો પ્રસિદ્ધ કર્યો છે.મહત્વનું છે કે આ હેલ્પલાઇન ગ્રાહક મામલાના વિભાગ દ્વારા કામકાજ કરાઈ રહ્યું છે.આ હેલ્પલાઈનનો નંબર 8800001915 છે અને યુઝર્સ તેને પોતાની વોટ્સએપ એપમાં એડ કરી શકે છે. જેનો સંપર્ક કરવા પર પૂરતો ન્યાય મળશે અને સમસ્યા ઉકેલવા માર્ગદર્શન પણ મળશે

राष्ट्रीय उपभोक्ता हेल्पलाइन पर WHATSAPP मैसेज करने के लिए यहां क्लिक करें

Post a Comment